MORBI:રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ; મોરબીમાં વિવિધ આયોજન બાબતે બેઠક યોજતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે

MORBI:રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ; મોરબીમાં વિવિધ આયોજન બાબતે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે
વંદે માતરમ્ @ ૧૫૦ અન્વયે આવતીકાલે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ તમામ સરકારી કચેરીઓ ૦૯:૩૦ થી ૦૫:૧૦ સુધી કાર્યરત રહેશે
મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ સુચારુરૂપે યોજવા સંબંધિત વિભાગો સાથે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે બેઠક યોજી હતી.
આ બેઠકમાં સરકારી તમામ કચેરીઓ ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમ્ ના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવા કરવા અને સ્વદેશીની શપથ લેવા માટે યોગ્ય આયોજન સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સરકારશ્રીના નિર્દેશો અનુસાર આવતીકાલે તા.૦૭/૧૧/૨૦૨૫ ના રોજ તમામ સરકારી કચેરીઓ ૦૯:૩૦ થી ૦૫:૧૦ દરમિયાન કાર્યરત રાખવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










