HALVAD :હળવદ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓનો દબદબાભેર પ્રારંભ

HALVAD :હળવદ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓનો દબદબાભેર પ્રારંભ
શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં અને યુવાનોમાં રમત ગમતના વિવિધ કૌશલ્યો ખીલે , શારીરિક સૌષ્ઠવ કેળવાય અને જીવનમૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મોરબી જિલ્લાના રમતપ્રેમી બાળકો અને યુવાનો તા. ૦૩/૧૨/૨૦૨૫ થી તા. ૦૪/૧૨/૨૦૨૫ સુધી એમ બે દિવસ માટે ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે ઉમાધામના પાવન આંગણે હળવદ પાટીદાર સમાજ અગ્રણી અને ઉમાધામ ના ટ્રસ્ટી પટેલ જશુભાઈ વાલજીભાઈ, ધનજીભાઈ ભોરણિયા, ભીખાલાલ સંઘાણી, ડૉ. વિશાલભાઈ પટેલ વગેરે મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભ ને ખુલ્લો મૂકવામાં આવ્યો.આ બે દિવસ દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાંથી તાલુકા કક્ષાએ વિજેતા બનેલા ૮૦૦ થી વધુ રમતવીરો એથ્લેટિક્સની વિવિધ ૩૭ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય બતાવશે અને વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષા સ્પર્ધાના કન્વીનર અને હળવદ તાલુકાના બી.આર.સી. કો. ઓર્ડિનેટર શ્રી મિલનકુમાર કે. પટેલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવેલ છે.










