MORBI:મોરબીમાં ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે :રેલી પ્રદર્શન સહિતના આયોજન
MORBI:મોરબીમાં ‘સંવિધાન હત્યા દિવસ’ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે :રેલી પ્રદર્શન સહિતના આયોજન
ઈ.સ.૧૯૭૫માં અમલી થયેલ કટોકટીના ૫૦ વર્ષ તારીખ ૨૫-૬-૨૦૨૫ના રોજ પૂર્ણ થતા લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી મોરબી ખાતે ‘સંવિધાન હત્યા’ દિવસ સવારે ૧૦:૦૦ કલાકે વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા યોજાશે.
આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે કલેક્ટર શ્રી કે. બી. ઝવેરીના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓની બેઠક મળી હતી જેમાં સંવિધાન હત્યા દિવસે રેલી પ્રદર્શન સહિતના આયોજનની જવાબદારી સંબંધિત અધિકારીઓને સોંપાઈ હતી તેમજ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ થશે.
આ તકે અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.જે. ખાચર, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી કુલદીપસિંહ વાળા, ડી.આર.ડી.એ. નિયામકશ્રી નવલદાન ગઢવી તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.