વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૩૦ જુલાઈ : ભુજ ખાતે નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સચિવશ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ અધિકારી શ્રી હિરેન એન. લીંબાચીયા તથા સમસ્યા નિવારણ સમિતિના સભ્યો તેમજ પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.