GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સબ જેલના નવા જેલ અધિકક્ષક તરીકે ડી.એમ ગોહિલ મુકાયા
MORBI:મોરબી સબ જેલના નવા જેલ અધિકક્ષક તરીકે ડી.એમ ગોહિલ મુકાયા
મોરબી ગૃહ વિભાગ દ્વારા 7 જેટલા ગ્રુપ- 3ના જેલરની ગ્રુપ-2માં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ સાથે અન્ય 5 જેલરની પણ બદલી કરવામાં આવી છે. જેમાં ભુજની પાલારા ખાસ જેલના ડી.એમ.ગોહિલની મોરબી સબ જેલ ખાતે જેલ અધિક્ષક તરીકે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરબી સબ જેલમાં મહેકમના પ્રમાણમાં સ્ટાફ ઓછો હોય તેવામાં નવા જેલ અધિક્ષક મળતા હવે સ્ટાફને કામગીરીમાં થોડી રાહત મળશે તેવું જાણવા મળી રહ્યું છે.