GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:લાખો ના કરે ગોટાળા ને કરે સોઈનું દાન!! પછી સાંઢી એ ચડીને રાહ જુએ ત્યારે આવે વિમાન?

MORBI:લાખો ના કરે ગોટાળા ને કરે સોઈનું દાન!!
પછી સાંઢી એ ચડીને રાહ જુએ ત્યારે આવે વિમાન?

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
આજ નાં સમય માં ઉપરોક્ત ઉકિત બંધબેસતી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પણ એક સમય એવો હતો કે જમણો હાથ દાન કરે તો ડાબા હાથ નેં ખબર પણ ન પડે. પણ હાલ નાં ગોબલ્સ પ્રચાર નાં સમય માં સસ્તી પ્રસિદ્ધિનો મહિમા વધી ગયો છે. કોઈને કોઈ પ્રકારે અમુક લોકો પોતાની સસ્તી પ્રસિદ્ધિ કરી રહ્યા છે. પરંતુ ઘણા એવા લોકો છે જે મૌન રીતે સેવા પ્રવૃત્તિ કરતા હોય પરંતુ તે ક્યારેય સસ્તી પ્રસિદ્ધિ લેવાનો મોહ ન રાખે. આવો જ એક યુવાન ઘણા સમયથી નગર દરવાજા ચોકમાં નિયમિત રીતે આવે છે અને ચોકમાં રહેલા કુતરાઓને બિસ્કીટ ઉપરાંત દૂધ પીવડાવે છે. જે ગામના ચોરા પાસે થી મળેલા અહેવાલ મુજબ જીગ્નેશ રાઠોડ જ્ઞાતિએ લુહાર રહેતી પરા અને ધંધો કન્ટ્રક્શન દરરોજના નીતિ મુજબ નિયમ મુજબ સવારે નગર દરવાજા ચોકમાં આવે છે જ્યાં તેના હાથમાં બિસ્કીટ હોય છે અને આજુબાજુમાં બેઠેલા કુતરાઓને રાતે લઈને ખવડાવે છે તેમના જણાવ્યા મુજબ તેમની કામની સાઈટ ઉપર પણ કુતરા હોય તો તેમને પણ બિસ્કીટ અને દૂધ પીવડાવવા એ તેમનો નિત્ય ક્રમ છે તેમના જણાવ્યા મુજબ એકવાર આ બપોરના સમયે ઉઘાડા પગે એક વૃદ્ધ દાદા જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ વાત કરી તો તેમણે તરત જ દુકાને જઈને પગના ચંપલ લઈ દીધા હતા પરંતુ આ કહેવાની વાત નથી આપને એટલું યોગ્ય લાગે તેટલું પુણ્ય કાર્ય કરવું જે આપણા ખાતામાં જમા થશે બસ આવી વાત કરી અને યુવાન તૂરત જ પોતાના કામ ઉપર જતો રહે છે પરંતુ એક કુદરત ઉપર ભરોસો રાખીને તે આ એક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યો છે તેવું તેની વાત પરથી વાગી રહ્યુંછે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!