GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં ડો.ભીમરાવ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

TANKARA:ટંકારામાં ડો.ભીમરાવ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું…

 

 

ટંકારા તાલુકાનાં અનુસુચિત સમાજનાં હિતમાં વિશાળ સામાજિક અને શૈક્ષણિક ભવન આકાર લઈ રહ્યું છે.
જેનાં પ્રથમ પગથિયાં સમાન ભવ્ય ડૉ.આંબેડકર ભવનનું નિર્માણ પૂર્ણ થયું છે.જેનું લોકાર્પણ આજે તા. 16 જાન્યુઆરી શુક્રવારનાં રોજ રાખવામાં આવ્યું હતું.

સમાજનાં સંતો, મુખ્ય દાતાશ્રીઓ, મોરબી તથા રાજકોટ વિસ્તારનાં સાંસદશ્રીઓ, જીલ્લાનાં ધારાસભ્યો, જીલ્લા પ્રમુખશ્રી, સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેનશ્રી તેમજ અનેક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવનિર્મિત ડૉ.આંબેડકર ભવન ખુલ્લું મૂકાયું…ગુજરાતભરમાંથી અનુસુચિત સમાજનાં કર્મશીલ આગેવાનો, મિશનરીઓ ટંકારા મૂકામે પધારી પ્રસંગને દિપાવ્યો હતો.

મોરબી કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભા સાંસદ રાજવી શ્રી કેસરીદેવ સિંહજી, રાજકોટ પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, , ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જીલ્લા પ્રમુખ શ્રી હંસાબેન પારઘી, જીલ્લા ન્યાય સમિતિ અધ્યક્ષ શ્રી કમળાબેન ચાવડા, એડ. સંજયભાઈ ભાગિયા, નથુભાઈ કડિવાર, પ્રભુલાલ કામરિયા, રૂપસિંહ ઝાલા, કીરિટભાઈ અંદરપા, મહેશભાઈ રાજકોટિયા, વસંતભાઈ માંડવિયા, જયંતિભાઈ ચૌહાણ, ગોપાલભાઈ સોલંકી સહિતનાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી.

રાજ્ય સભાનાં સાંસદ શ્રી કેશરીદેવસિંહજી એ સમાનતા અને માનવતાનાં મૂલ્યોનું મહત્વ સમજાવ્યું હતું.મોરબી કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે રાજકીય સત્તા, સામાજિક ઉત્થાન બાબતે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.સમાજ કલ્યાણ નિયામક શ્રી છાશિયા સાહેબે શિક્ષણ અને સમાજ કલ્યાણ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી.

જોધલપીર કેશરડી જગ્યાનાં મહંત શ્રી લાલદાસબાપુ એ ધાર્મિક તેમજ આંબેડકરી વિચારધારાની ઉંડાણપૂર્વક ની સમજ આપી હતી.યુવા ભીમ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકીએ સમાજ સંગઠનની જુસ્સાભેર વાત રજૂ કરી હતી.

થાનગઢ આંદોલનકારી વાલજીભાઈ રાઠોડે પોતાની લડત અને સમાજને મજબૂત વિચારધારા તરફ વળવાની હાકલ કરી હતી.એચ.ડી. પરમાર સાહેબે જાતિવાદ, શિક્ષણ અને અત્યાચાર નાં વિષયે વિશેષ પ્રવચન આપ્યું હતું.
ભન્તે પથિક શ્રેષ્ઠી અને ભન્તે ધમ્મ રતનજીએ સમાજને ધમ્મ જ્ઞાન અને આશીર્વચન આપ્યાં હતાં…

બોધિસત્વ ટ્રસ્ટ દ્વારા ટંકારા તાલુકાનાં ધોરણ 9 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને વર્ષ 2026/27 માટે સ્કોલરશીપ મેળવવાં ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.

ટંકારા ખાતે યોજાયેલાં ડૉ.આંબેડકર ભવન લોકાર્પણ કાર્યક્રમ તેમજ મૈત્રી ભોજન સમારોહમાં સમિતિ નાં અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, નાગજીભાઈ ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, મોહનભાઈ ચૌહાણ, મહેશભાઈ સારેસા, પ્રવિણભાઈ પાંચાલ, મહેશભાઈ લાધવા, કૌશિકભાઈ પારિયા, મૂકેશભાઈ પરમાર, જગદિશભાઈ ચાવડા,એડ. મનસુખભાઈ ચૌહાણ, એડ. દેવજીભાઈ ચૌહાણ, સુરેશભાઈ પરમાર, કલ્પેશભાઈ પરમાર, જયંતિભાઈ સારેસા, હસમુખભાઈ સોલંકી, લલિતભાઈ સારેસા, એડ. કુલદિપભાઈ ચાવડા, વાલજીભાઈ સોલંકી, ઉમેશભાઈ ગોહિલ, મોતિભાઈ ચૌહાણ, વિનોદભાઈ ચાવડા, દેવજીભાઈ પારિયા, હસમુખભાઈ પડાયા સહિતનાં અનેક યુવાઓ વડિલોએ જહેમત ઉઠાવી હતી.જગદિશભાઈ રાણવાએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!