હાલારના કલાસાધકો ફરી ઝળક્યા
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી એકાંકી સ્પર્ધા માં થીયેટર પીપલ જામનગર ની જવલંત સફળતા નાટક “અફલાતૂન” પ્રથમ તથા શ્રેસ્ઠ દિગ્દર્શક રોહિત હરિયાણી સાથે કુલ 4 એવોર્ડ્સ
જામનગર (ભરત ભોગાયતા)
તાજેતર માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા રાજકોટ ખાતે એકાંકી સ્પર્ધા વર્ષ 2023-2024 યોજવામાં આવી. જેમાં ગૌરવ પુરસ્કૃત દિગ્દર્શક શ્રી વિરલ રાચ્છ ના માર્ગદર્શન હેઠળ ચાલતી નાટ્ય સંસ્થા થીયેટર પીપલ જામનગર દ્વારા પ્રાધ્યાપક જ્યોર્તિ વૈદ્ય દ્વારા લખાયેલ નાટક “અફલાતૂન” પ્રથમ આવેલ છે. મિત્રતા અને પોતાની જાત ને સ્વીકારવાની શક્તિ ની વિષય વસ્તુ દર્શાવતા આ નાટક ની સફળતા માટે નાટક ના દિગદર્શક રોહિત હરિયાણી ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આ સ્પર્ધા ના શ્રેસ્ઠ દિગદર્શક તરીકે નું પરિતોષિક આપવામાં આવેલ છે. એક વ્યંઢળ ની સુંદર ભૂમિકા માટે યુવા કલાકાર દર્શક સુરડીયા ને શ્રેસ્ઠ અભિનેતા નો એવોર્ડ મળેલ છે તથા એક માં પોતાના દીકરા ની રાહ જોતાં જોતાં પોતાનું જીવન ટૂંકાવી દે એ પાત્ર માટે યુવા કલાકાર પવિત્રા ખેતીયા ને શ્રેસ્ઠ અભિનેત્રી નો એવોર્ડ મળેલ છે. નાટક ની સફળતા માટે એક સુંદર પાત્ર ભજવી પાત્ર ના દરેક રંગો ને સુંદર રીતે સંસ્થા ના સિનિયર કલાકાર દેવેન રાઠોડ એ ભજવી અને લોકોને મંત્રમુગ્ધ કરી આપ્યા. સાથી કાલકારો માં અદિતિ ત્રિવેદી, જિગર પાલા, સચિન ધામેચા,અંકિતા બાલા,સંજય પરમાર, ધૈર્ય તન્ના, દીપેન પરમાર,સોનલબેન પરમાર, તથા હીમત ચાંદ્રા રહ્યા હતા. નાટક નું સંગીત પિયુષ ખખ્ખર એ સાંભળેલ તથા લાઇટ્સ ડિઝાઈન રોહિત હરિયાણી ની રહેલ હતી. જામનગર ની નાટ્ય સંસ્થા થીયેટર પીપલ જામનગર ના સ્થાપક અને તેમના માર્ગદર્શક હેઠળ તૈયાર થયેલ આ કલાકારોને વિરલ રાચ્છ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામા આવેલ છે.