MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પાલિકામાં અધિકારીઓની બેદરકારીના લીધે ૨૨૦૦ થેલી સિમેન્ટના ગઠ્ઠા બની ને પથ્થર બની ગઈ !: પાંચ અધિકારીઓ પાસેથી કમિશનરે ખુલાસા માંગ્યા! શું થશે! કડક કાર્યવાહી કે સુરસુરિયું?

MORBI:મોરબી પાલિકામાં અધિકારીઓની બેદરકારીના લીધે ૨૨૦૦ થેલી સિમેન્ટના ગઠ્ઠા બની ને પથ્થર બની ગઈ !: પાંચ અધિકારીઓ પાસેથી કમિશનરે ખુલાસા માંગ્યા! શું થશે! કડક કાર્યવાહી કે સુરસુરિયું?

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી


મોરબી પાલિકાનાં અધિકારીઓ ની બેદરકારી કે પછી અન્ય કોઈ ભેદી કારણોસર ઘણી બધી સિમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં આવેલ ન હોય આ સિમેન્ટની થેલીઓ ગઠ્ઠા બનીને પથ્થર બની ગયેલ હતી અને અગાઉ જુદાજુદા સમયે લગભગ ૭૦૦ થેલી જેટલો સિમેન્ટ ગઠ્ઠા બનીને પથ્થર બની ગયેલ હોવાનું સામે આવ્યું હતું જેના કારણે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો અને તપાસનીસ અધિકારીની તપાસમાં માત્ર ૭૦૦ નહીં પણ ૨૨૦૦ થેલી જેટલો સિમેન્ટ વાપર્યા વગર જ ગઠ્ઠા બની પથ્થર બની ગયેલ હોવાની હક્કિત સામે આવી છે. જેના કારણે તત્કાલીક્ન બે ચીફઓફિસર અને ત્રણ ઈજનેર એમ કુલ મળીને પાંચ અધિકારીના કમિશનરે ખુલાસા માંગ્યા છે.
મોરબી મહાપલિકાના કમિશ્નરે માહિતી આપતા જણાવ્યુ હતું કે લીલાપર આવાસ યોજનામાં પડેલ સિમેન્ટની થેલીઓ બગડીને ગઠ્ઠા બની પથ્થર થઈ ગયેલ હતી. આ બાબતે ડેપ્યુટી કમિશનર તેમજ ચીફ ઈજનેર સહિતની કમિટી બનાવીને તપાસ સોંપવામાં આવેલી અને તેઓએ આપેલ રિપોર્ટમાં એવી માહિતી સામે આવેલી છે કે વર્ષ ૨૦૨૦ માં એક જ મહિનામાં ૨૨૦૦ થેલીઓ વરસાદી પાણીના ભેજને કારણે જામીને ગઠ્ઠા બની પથ્થર બની ગયેલ હતી.વધુમાં અધિકારી કહ્યું હતું કે નગરપાલિકાએ તારીખ ૨૬-૫-૨૦૨૦ થી૨૪-૬-૨૦૨૦ સુધીમાં કુલ ૪૯૦૦ થેલી સિમેન્ટ મંગાવી હતી જેમાંથી ૨૭૦૦ થેલી સિમેન્ટ વાપરવામાં આવી હતી અને બાકીની ૨૨૦૦ થેલી સિમેન્ટ જામી ગઈ હતી. જેથી આ ગંભીર બેદરકારી માટે તત્કાલીન ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ અને ગિરીશભાઈ સરૈયા તથા ઇજનેર દર્શન જોષી, પિયુષ દેત્રોજા અને ધીરુભાઈ સુરેલીયાના ખુલાસો પુછવામાં આવ્યો છે. અને આગામી તારીખ ૧૫-૩-૨૦૨૫ સુધીમાં પાંચેય અધિકારીઓએ તેનો જવાબ આપવાનો રહેશે ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.અગાઉ મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખે આ ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીની સામે આકાર પગલાં લેવામાં આવે તેવી માંગ તેઓએ કરેલ હતી તેમજ જવાબદાર વ્યક્તિની સામે ફોજદારી ફરિયાદ કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી જો કે, હવે એક કે બે નહીં પરંતું ૨૨૦૦ થેલી સિમેન્ટ વાપર્યા વગર પથ્થર બની ગયેલ હોવાનું અધિકારીની તપાસમાં સામે આવ્યું છે ત્યારે ખરેખરે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આગામી સમયમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે કે સુરસુરિયું થઈ જશે?તે આવનારો સમય જ બતાવશે. પણ અહીં એ ગંભીર બાબત જણાવી દઈએ કે મોરબી નગરપાલિકા માં દશ વર્ષ પહેલાં મૃત પામેલા લોકોના નામ હાજરી પત્રકમાં ચડાવીને તેની હાજરી પૂરી ને તેના બિલ બનાવીને નગરપાલિકાના સરકારી નાણાંની ઊંચા પદ કરી હોવાનું કૌભાંડ જાહેર થયું હતું .આ કૌભાંડમાં પણ આમાંથી કોઈ એક ચીફ ઓફિસર હતા! ત્યારે હવે કેટલી તપાસ થશે? અને કોની સામે કેવા પગલાં લેવામાં આવે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.

Back to top button
error: Content is protected !!