GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગાળા ગુંગણ રોડ ઉપર કોલસાના કારખાનામાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્યું

MORBI:મોરબીના ગાળા ગુંગણ રોડ ઉપર કોલસાના કારખાનામાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્યું

 

 

કોલસાના કાળા કારોબારમાં ભાજપનાં નેતાઓની સંડોવણી કે શુ..???

કોલસાના કારખાને સ્ટેટ મોનિટરીંગ સેલ સહીત પોલીસનો કાફલો ત્રાટકતા જિલ્લામાં હડકંપ

કોલસા મીક્સ કૌભાંડની આશંકાએ દરોડો પાડ્યો!! તપાસ હાથ ધરાઈ

મોરબી જિલ્લામાં સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની ટીમના મોરબીમાં ધામા કેટલા હડફેટે ચડશે ?

 


રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર આચરવામાં ભ્રષ્ટાચારીઓ ગમે તે હદે જઈ શકે છે. વ્યાજખોરી ની બહુમત ફરીયાદ ઉઠતા તંત્ર એ વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે મોરબીમાં તંત્ર નિષ્ક્રિય રહે છે ત્યારે લોકો સ્ટેટ મોનીટરી સેલ ને ફરીયાદ કરે છે અને હાલમાં સ્ટેટ મોનિટિંગ સેલનાં એસ.પી તરીકે પ્રમાણિક અને કડક અધિકારી નિર્લેપ રાય હોય લોકોને તેનામાં પૂરો ભરોસો છે અને તેમની ફરિયાદના પગલે તૂરત તપાસ થતી હોય કોઈએ તેમને કોલસાના કાળો કારોબાર અંગે માહિતી આપી હતી અને મોરબીમાં ગઇ મોડી રાત્રીનાં ત્રણ વાગ્યે ગુંગણ નજીક કોલસાના કાળા કારોબાર પર SMC ટીમ ત્રાટકી છે અને હજુ પણ તપાસ ચાલી રહી છે.
ગુંગણ નજીક કોલસાના વેપારીને ત્યાં પડેલી આ રેડ ની હજુ કોઈ ઓફિસિયલી માહિતી મળી નથી. કોણ માલિક છે? પરંતુ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ મોરબી ભાજપના યુવા આગેવાનો અને માળિયા તાલુકાનાં નેતા નાં પુત્રની પણ સંડોવણી હોવાની માહિતી મળી રહી છે.આ કોલસાના કાળા કારોબાર સાથે જે ભાજપના આગેવાનો જોડાયેલા છે તેમને ત્યાં SMC ની ટીમ ત્રાટકી છે તેવી વાતો હાલ મોરબીમાં વહેતી થઈ છે અને તે વાતો ને સાચી માનીએ તો આ તપાસ માં ઘણા બધા ગોરખ ધંધા ખુલ્લા પડે તેમ છે આ લોકોએ ટીંબડી નજીક પણ હાલમાં એક જગ્યા ભાડે રાખી હોઈ તેવી પણ માહિતી મળી છે.
પરંતુ કંઈ પ્રકારે કોલસાનો કાળો કારોબાર કરવામાં આવતો હતો ચોરી કરવામાં આવતી હતી કે મિક્ષિગ કરવામાં આવતું હતું કે પછી પેટકોક વેચતા હતા? આ બધા મુદા તપાસવા જરૂરી છે.આ રેડ સમાપ્ત થયા બાદ બધી હકીકતો સામે આવી શકે તેમ છે તેવું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!