જૂનાગઢમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
જૂનાગઢમાં અજાકસ ટ્રસ્ટ દ્વારા રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : અજાકસ ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન અને પ્રોત્સાહન માટે “રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવો અને તેમને ઉચ્ચ સ્થાને બિરાજતા અધિકારીઓના હસ્તે સન્માનિત કરી રોલ મોડેલ પૂરા પાડવાનો છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં ધોરણ ૮થી સ્નાતક, અનુસ્નાતક તેમજ ઉચ્ચ અભ્યાસમાં ઉત્કૃષ્ટ ગુણો સાથે ઉત્તીર્ણ થયેલા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે. આ માટે અરજી ફોર્મનું વિતરણ તારીખ ૦૧/૦૭/૨૦૨૫થી શરૂ થશે, અને સંપૂર્ણ ભરેલા ફોર્મ ૩૧/૦૭/૨૦૨૫ સુધી સ્વીકારવામાં આવશે.
પ્રાપ્ત અરજીઓના આધારે કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી, રમાબા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપતાં અજાકસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મધુકાંત વાઢેરે જણાવ્યું કે, આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.