GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

 

 

“સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો થતી ગામડાઓ વિકસિત બન્યા છે”
– શ્રી કુંવરજીભાઈ બાવળીયા

મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગેશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનશક્તિ, જળ શક્તિ, રક્ષાશક્તિ, ઊર્જાશક્તિ અને જ્ઞાનશક્તિ એ પાંચ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ રહ્યું છે. આજે વંચિત અને છેવાળાના લોકો સુધી સરકાર પહોંચી છે અને યોજનાઓની અસરકારક અમલવારી શક્ય બની છે. સરકારના ભગીરથ પ્રયાસોથી આજે ગામડાની વિભાવના બદલી છે, આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યો થતી ગામડાઓ વિકસિત બન્યા છે. ગામડાઓમાં શાળા અને આરોગ્ય કેન્દ્રના અધ્યતન બન્યા છે. જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક નિયમિત વીજળી શક્ય બની છે. ગામડાઓમાં વિશાળ પ્રમાણમાં રોજગારીઓનું સર્જન કરવામાં આવ્યું છે તથા પીએમ કિસાન શનિધિ સહિતની અનેક યોજનાઓએ ખેડૂતોને સબળ બનાવ્યા છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુઓ અપનાવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જન જન સુધી વિકાસની ફલશ્રુતિ પહોંચાડવા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ અને ગુજરાતમાં થયેલ વિકાસ થકી આજે સામાન્ય વ્યક્તિના જીવન ધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વધુમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વઘાસિયા ગામના તળાવના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાકીય રાશી ફાળવવામાં આવી હતી.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું અને વિકાસ ભારત પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ પ્રસંગે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, મામલતદારશ્રી કે.વી. સાનિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી પાયલબેન ચૌધરી, અગ્રણીશ્રી હરુભા ઝાલા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, વઘાસિયા તથા આજુબાજુ ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!