GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD – હળવદના રણજીતગઢ પાસે SRP ના DYSP પીઘેલી હાલતમાં દેશી દારૂ સાથે ઝડપાયા

 

HALVAD – હળવદના રણજીતગઢ પાસે SRP ના DYSP પીઘેલી હાલતમાં દેશી દારૂ સાથે ઝડપાયા

 

 

હળવદના રણજીતગઢ ગામના પાટિયા નજીક કાર અકસ્માત થયો હોય જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી જ્યાં સ્થળ પરથી કારચાલક નશાની હાલતમાં મળી આવ્યો હતો અને કારમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો જે કારચાલક કચ્છ એસ.આર.પી. ના ડીવાયએસપી હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

હળવદપોલીસમાં ફરજ બજાવતા લાલભા રઘુભાઈ ચૌહાણે આરોપી સુરેશ સોમજીભાઇ બામનીયા રહે ભચાઉ કચ્છ એસ.આર.પી. કેમ્પસ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૦૪-૧૧ ના રોજ રાત્રીના દોઢ વાગ્યે રણજીતગઢ ગામના પાટિયા નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત થયો છે તેવી માહિતી મળતા તુરંત ટીમ રવાના થઇ હતી જ્યાં સ્થળ પરથી કાર જીજે ૨૦ સીએ ૬૨૨૪ વાળી ગાડી રોડ વચ્ચે પડી હતી જે ગાડીના બોનેટના ભાગે ઘોબો પડેલ હતો અને બોનેટ ઊંચું થઇ ગયું હતું કાર ચાલક બકવાસ કરતો હતો અને કેફી પીણું પીધેલ હાલતમાં જણાઈ આવ્યો હતો જેનું નામ પૂછતાં સુરેશ સોમજી બામનીયા (ઉ.વ.૪૯) નોકરી DYSP ભચાઉ એસ.આર.પી. ગ્રુપ રહે હાલ ભચાઉ કચ્છ વાળા હોવાનું જણાવ્યું હતું જે કારની ખાલી સાઈડના આગળની સીટના ભાગે એક કાચની ઓલ્ડ મોન્ક લખેલ સ્ટીકરવાળી ખાલી બોટલ જોવા મળી હતી અને ડેકી ખોલી જોતા ચાર ઈંગ્લીશ દારૂની ૭૫૦ મિલીની કાચની શીલ તૂટેલ બોટલ જોવા મળી હતી જેમાં બે બોટલ પર બ્લેન્ડર પ્રાઈડ અને એક પર ઓલ્ડ મોન્ક તેમજ એક પર મોરફીસ લખેલ હતું જે ચારેય બોટલમાં કેફી પીણું ભરેલ હતું જેથી પોલીસે કાર જીજે ૨૦ સીએ ૬૨૨૪ કીમત રૂ ૧૨ લાખ અને દેશી દારૂ ૦૩ લીટર કીમત રૂ ૬૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ એમ.વી.એક્ટ ૧૮૫ અને પ્રોહીબીશન એકત મુજબ ગુનો નોંધી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!