MORBi:મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં !
MORBi:મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક ઈકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં !
રીપોર્ટ: શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી-હળવદ રોડ પર ઉંચી માંડલ ગામની સીમમાં ન્યુ બાબા રામદેવ હોટેલ સામે ઈકો કારમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતા દારૂની બોટલ નંગ -૭૨ કિંમત રૂપિયા ૪૮૭૯૪/- નો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાનાં ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ન્યુ બાબા રામદેવ હોટેલ સામે રોડ ઉપર આરોપી પોતાની કબ્જા ભોગવટા વાળી ઈકો કાર રજીસ્ટર નંબર – જીજે-૧૩-સિએ-૧૮૫૨ કિંમત રૂપિયા ત્રણ લાખ વારી માં હેરાફેરી કરી ઈકો કારમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૭૨ કિંમત રૂપિયા ૪૮,૭૯૪ કુલ કિંમત રૂપિયા ૩,૪૮,૭૯૪/- ના મુદામાલ સાથે આરોપી અલ્તાફભાઈ ઉર્ફે લાલો મુબારકભાઈ હીંગોરજા રહે. માજી સૈનિક સોસાયટી કુડા ફાટક પાસે તા. ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર તથા સંદિપભાઈ બેચરભાઈ ચાઉ રહે. સો ઓરડી મોરબી વારા ને ઝડપી પાડીને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.