સુબિરનાં નિશાણા ગામે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થા દ્વારા વાછરડાની સારણગાંઠનું ઓપરેશન કરી પીડામુક્ત કરવામાં આવ્યુ..
MADAN VAISHNAVJanuary 11, 2025Last Updated: January 11, 2025
0 1 minute read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ હાલ ડાંગ જીલ્લામાં ૭ ગામ દીઠ ૧૦ ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ કાર્યરત છે. ત્યારે સુબીર તાલુકાના જામલા ગામે કાર્યરત પશુ દવાખાનામાં ડો. અમિતકુમાર અને પાયલટ જીવાભાઈ ઉપર નીશાણા ગામેથી ઇમર્જન્સ કોલ આવ્યો હતો.એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.અને વાછરડાની તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, વાછરડાને સારણગાંઠ છે.જેથી વાછરડાની તાત્કાલિક સર્જરી કરવી પડે એમ હતી.તો વાછરડાની ઘટના સ્થળે જ સર્જરી કરવામાં આવી હતી.આમ ઓપરેશન કરી વાછરડાને પીડા મુક્ત કર્યો હતો.અને એનો જીવ બચાવી લેવાયો હતો.આ ઓપરેશનમાં પ્રોગામ મેનેજર ડો. રવિ, ડો.અમિત અને પાયલટ જીવાભાઇનાઓએ ભેગા મળીને આખુ ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડયુ હતુ.અને વાછરડાને નવુજીવન આપ્યુ હતુ.તે માટે અજયભાઈ ગામીત અને ગામના લોકોએ નિ:શુલ્ક અને સમયસર સારવાર આપવા બદલ EMRI Green health services સંસ્થા અને પ્રોગામ મેનેજર ડો.રવિ, ડો.અમિત અને પાયલટ જીવાભાઈનો ખૂબ આભાર માન્યો હતો..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVJanuary 11, 2025Last Updated: January 11, 2025