GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

 

MORBI:મોરબીના નઝરબાગ ખાતે રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા “ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્રનો શુભારંભ

 

 

મોરબી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ – મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે – ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15 માં ” ગૌતમ બુદ્ધ” બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.


આ તકે મોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારીયા, જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા, નગરસેવા પ્રમુખ હરિભાઈ સરડવા, પ્રાણજીવનભાઈ વિડજા, લલિતભાઈ પાન્ડેજી ઉપસ્થિત રહ્યાં.આ 15 માં બાલ સંસ્કાર કેન્દ્રનું સંચાલન ગૌરીબેન વાલજીભાઈ ટુંડીયા કરશે.વેકેશનમાં દર રવિવારે સાંજે 5.00 થી 7.00 અને શાળા ચાલુ હોય એ દરમ્યાન રવિવારે સવારે 9.00 થી 11.00 બાલ સંસ્કાર કેન્દ્રમાં બાળકોનેં શિસ્ત સાથે સંસ્કાર યુક્ત શિક્ષણ સાથે રમતો,યોગ, પ્રાર્થના,મંત્રો , મહાપુરુષોની કથાઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસનું નિર્માણ થશે.

Back to top button
error: Content is protected !!