ઝાલોદ નગરપાલિકા ભાજપા પાસે સ્પષ્ટ બહુમત છતાય ભાજપા દ્વારા સસ્પેન્ડ બળવાખોરને બોડીમા સમાવેશ કરાશે કે નહી
તા.૨૦.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ નગરપાલિકા ભાજપા પાસે સ્પષ્ટ બહુમત છતાય ભાજપા દ્વારા સસ્પેન્ડ બળવાખોરને બોડીમા સમાવેશ કરાશે કે નહી
ભાજપા પાસે સ્પષ્ટ બહુમત તેમ છતા શુ અપક્ષ તેમજ સસ્પેન્ડ બળવાખોરો જ મેવા ખાવાની ધારણા ઝાલોદ નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે સત્તાહિલ કરી છે ભાજપે ૧૭ બેઠક કબજે કરી છે જ્યારે અપક્ષ ૧૧ ઉમેદવાર વિજેતા બન્યા છે જ્યારે કોંગ્રેસ સેમ કોઈ પણ જાતનું ખાતું ખોલ્યું નથી અને આપના કેટલાય ઉમેદવારનું ડિપોઝિટ ગુમાવી છે ઝાલોદ પાલિકા ભાજપા નો ધબ ધબો કાયમ રહ્યો છે પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારે જે તે બોર્ડમાં ચૂંટાઈ તો ગયા પણ હવે પ્રમુખ બનવા માટેના સપના કેટલાક ઉમેદવારો જોઈ રહ્યા છે અમુક ઉમેદવારોના તો નજીકના સગા અથવા પરિવારમાંથી અગાઉ પાલિકામાં હોદ્દાઓ લઈ ચૂક્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા બળવાખોર ઉમેદવારોને સસ્પેન્ડ કરવામાં આવેલ છે જે લોકો બી ભાજપનો મેન્ટેડ લેવા માટે હોડ લગાવી રહ્યા છે
ભાજપમાંથી સસ્પેન્ડ કરેલ અંદાજે છ જેટલા ઉમેદવારો અપક્ષ માંથી જીતેલ છે જે લોકો હાલમાં સત્તા હસેલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ના દિગ્ગજ નેતાઓના અને ગોડફાદારોના પગ પકડવાનું ચાલુ કરી દીધેલ છે ઝાલોદ નગરપાલિકા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ રજાક પટેલ. હેમંત શાહ.તમન્ના બેન ઉમેશ પટેલ.કેતન કાળુભાઈ પંચાલ.પ્રિયંકાબેન કેતનભાઈ પંચાલ.જગુભાઈ ગુજ્જર વગેરે ઝાલોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા બળવાખોર તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા અને જેઓ આજે ભારતીય જનતા પાર્ટીના ઝાલોદ નગરપાલિકા પ્રમુખ માટે મેન્ડેડ માટે માંગણી કરવામાં આવેલ છે