GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત મોરબી ખાતે લાયક દંપતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

MORBI:વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત મોરબી ખાતે લાયક દંપતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

 

 

વિકસીત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન””માતા અને બાળકની સુખાકારી માટે સગર્ભાવસ્થા નો સ્વસ્થ સમય અને અંતર”

માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ સાહેબની સુચના અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નાં માર્ગદર્શન હેઠળ આજ રોજ તા.૦૯/૦૭/૨૦૨૪ નાં રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી-૨૦૨૪ અંતર્ગત પ્રચાર-પ્રસાર અર્થે તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાનો લાયક દંપતી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.
રામધન આશ્રમ મોરબી ખાતે લાયક દંપતી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ જેમાં મોરબી જીલ્લાના વિસ્તારમાંથી ૨૪૦ જેટલા દંપતીઓ/ લોકો હાજર રહેલ આ ઉપરાંત આશા બહેનોએ આ વર્કશોપમાં હાજરી આપેલ.આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.રાહુલ કોટડીયા દ્વારા શાબ્દિક સ્વાગત કર્યા બાદ પ્રાર્થના અને દિપ પ્રાગટ્યથી શરૂઆત કરેલ, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતા દવે એ વિશ્વ વસ્તી દિવસ ઉજવણી ઉપરાંત આરોગ્યના વિવિધ યોજનાકીય માર્ગદર્શન આપેલ તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેતા સાહેબ દ્વારા કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓ અંગે સમજણ આપેલ ઉપરાંત કુટુંબ નિયોજન થકી માતા મરણ અને બાળ મરણ પ્રમાણ નીચું લાવી શકાય છે, તે બાબતે સમજણ આપેલ.તેમજ જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો.સંજય શાહ સાહેબ દ્વારા માતા અને બાળ આરોગ્ય બાબતે તથા સમયસર રસીકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડેલ, કાર્યક્રમનાં અંતમાં ડો.ડી.વિ.બાવરવા સાહેબ દ્વારા બધાનો આભાર વ્યક્ત કરતાં સમયે પાણી જન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ માટે શું તકેદારી રાખવી તે બાબતે સમજાવેલ ઉપરાંત આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી ડો.વિપુલ કારોલીયા પણ હાજર રહેલ.


આ કાર્યક્રમમાં પપેટશો દ્વારા ચાલુ વર્ષના સુત્ર “વિકસીત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” ઉપર વિસ્તૃત માહિતી આપી કાર્યક્રમમાં રંગ લાવવામાં આવેલ.
આ જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા તાલુકા હેલ્થ ઓફિસ મોરબી દ્વારા કરવામાં આવેલ, જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડીયા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર શૈલેષ પારજીયા તેમજ તાલુકા હેલ્થ વિઝીટર એ.ડી.જોશીબેન તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. જિલ્લા કક્ષાનાં ડી.આઈ.ઈ.સી.ઓશ્રી ડી.એમ.સંઘાણી દ્વારા આ કાર્યક્રમમાં માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ જીલ્લાના સુપરવાઈઝરશ્રીઓ દ્વારા પણ મદદ કરવામાં આવેલ.આમ સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!