GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક જુના ઝઘડા ખાર રાખી સમજાવા ગયેલ ત્રણ મહીલા સહિતના પરીવાર ઉપર હુમલો. 

 

WANKANER:વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક જુના ઝઘડા ખાર રાખી સમજાવા ગયેલ ત્રણ મહીલા સહિતના પરીવાર ઉપર હુમલો..

 

 

વાંકાનેરમાં દાતાર પીરની દરગાહ પાછળ અને ગાયત્રી મંદિર સામે રહેતા પિન્ટુભાઈ જીણાભાઈ મળદરીયા ઉવ.૨૮ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી શૈલેષભાઇ ગંગારામભાઇ ચારોલીયા, સંજયભાઇ ગંગારામભાઇ ચારોલીયા બંનેરહે.વાંકાનેર ગાયત્રીમંદિર પાસે તેમજ આરોપી ગંગારમભાઇ નાજાભાઇ ચારોલીયા તથા હકુભાઇ ગંગારમભાઇ ચારોલીયા બંનેરહે. વાંકાનેર સીંધાવદર તરફ જતા રસ્તા ઉપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી પિન્ટુભાઈએ જણાવ્યું છે કે આરોપીઓને ફરીયાદી સાથે જુના ઝગડાઓ થયેલ હોય જેનુ મન દુખ ચાલતું હોય ત્યારે ગઈ તા.૨૬ ડિસેમ્બરના રોજ પિન્ટુભાઈનો દીકરો વિક્રમ ઉર્ફે રાજવિર મંદિરમાં દિવા અગરબતી કરવા જતા આ કામના આરોપી આરોપી શૈલેષભાઇએ વિક્રમ ઉર્ફે રાજવિરને સામુ કેમ જોવે છે તેમ કહી લાફો મારેલ જેથી પીન્ટુભાઈ સહિત તેમની પત્ની બહેન એમ પરિવારના સભ્યો પડોશમાં રહેતા આરોપીઓને સમજાવવા ગયા હતા જે વાતનું સારું નહિ લાગતા એકદમ ઉશ્કેરાઈ જઈને આરોપીઓએ ઢીકા પાટુ, છરી, લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે પરીવારના તમામ સભ્યોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં ફરિયાદી પિન્ટુભાઈને, તેમના પત્ની, બે બહેન-બનેવીને માથામાં તથા હાથ-લાગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હોય જેથી તમામ સારવાર હેઠળ દાખલ હોય ત્યારે બનાવ બાદ પાંચ દિવસ પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, હાલ વાંકાનેર પોલીસે આરોપી ચારેય પિતા-પુત્રો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!