વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુણે તરફથી બીએમડબ્લ્યુ ટુ વહીલર ભરીને દિલ્લી તરફ જઈ રહેલ ટાટા પિકઅપ ગાડી.ન.એચ.આર.55.એ.એલ.5871નાં ચાલકે સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ પાસેનાં વળાંકમાં શાકભાજીનો જથ્થો ખાલી કરી પરત નાસિક તરફ જઈ રહેલ બોલેરો પિકઅપ ગાડી.ન.એમ.એચ.15.જે.સી.9991ને ટક્કર મારતા ઘટના સ્થળે બોલેરો પિકઅપ ગાડી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં પલ્ટી મારી ગયેલ બોલેરો પિકઅપ ગાડીને જંગી નુકશાન થયુ હતુ. જ્યારે ટાટા પિકઅપ ગાડીના બોનેટનાં ભાગે નુકસાન થયુ હતુ. આ બનાવ બન્ને વાહનોના ચાલકને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..