BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા ગંગા મૈયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલકેટરને આવેદનપત્ર પાઠવાયું હતું

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા કલકેટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરુચ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગા મૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે એવું નિવેદન આપ્યું હતી. જે સંપૂર્ણપણે અસત્ય છે. ઈતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગા મૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા અને સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પવિત્રતાનું પ્રતિક છે.આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનો અપમાન નથી પણ સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્યનું અવમૂલ્યન છે જેથી
આ ખોટા નિવેદન આપનાર હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને હરિભક્તે પોતાના ખોટા શબ્દો માટે જાહેર રિતે સગર સમાજની માફી માંગવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!