GUJARATVALSADVALSAD CITY / TALUKO
વલસાડ: ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડના અબ્રામા ખાતે બૌદ્ધિક રીતે અશક્ત ભાઈ બહેનો માટે યોગ શિબિર યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડના અબ્રામા સ્થિત આત્મવિશ્વાસ વિદ્યાલયમાં માનસિક/બૌદ્ધિક રીતે અશક્ત ભાઈ બહેનો માટે યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ સેશનનું આયોજન ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
યોગ કોચ ધારાબેન શોભા, યોગ ટ્રેનર રીટાબેન દેસાઈ અને હંસાબેન સોલંકી દ્વારા સેશન દરમિયાન આસન, પ્રાણાયામ અને યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાલયના ટ્રસ્ટીઓ દ્વારા નિયમિત યોગ સેશન કરવામાં આવે તો બૌદ્ધિક રીતે અશક્ત ભાઈ બહેનોના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે અને તેઓ ધીરે ધીરે તંદુરસ્તી તરફ આગળ વધી શકે એવી લાગણી વ્યક્ત કરી હતી.



