MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના હરીપર(કે) ગામના બસ સ્ટેન્ડ વોડકાના ચપલા સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના હરીપર(કે) ગામના બસ સ્ટેન્ડ વોડકાના ચપલા સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમીયાન હરીપર(કેરાળા) ગામના બસ સ્ટેન્ડ સામેથી નાની વાવડી ગામના એક ઇસમને વિદેશી દારૂની ૧૮૦એમએલ ક્ષમતાની ૨૪ બોટલ સાથે દબોચી લેવામાં આવ્યો હતો.
મોરબી તાલુકા પોલીસ સાદુળકા ગામની સીમમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હરીપર(કેરાળા) ગામના બસ સ્ટેન્ડની સામેથી વિદેશી દારૂ વાઇટ લેક વોડકા ઓરેન્જ ફ્લેવરની ૧૮૦એમએલની ૨૪ બોટલ કિ.રૂ.૨,૪૦૦/- સાથે આરોપી વિનોદભાઇ હરખજીભાઇ રૂપાલા ઉવ.૪૨ રહે-નાની વાવડી તા.જી.મોરબીને ઝડપી લેવામાં આવેલ છે. આ સાથે પકડાયેલ આરોપીની સ્થળ ઉપરથી ધરપકડ કરી તેની વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.