MORBI:રબારીવાસ અને વણકરવાસ,વાલમીકીવાસમાં મચ્છુના પાણી ઘુસતા ૫૦૦ લોકોનું સ્થળાંતર

MORBI:રબારીવાસ અને વણકરવાસ,વાલમીકીવાસમાં મચ્છુના પાણી ઘુસતા ૫૦૦ લોકોનું સ્થળાંતર
1979 ની હોનારત બાદ અને ૨૦૧૭ બાદ મોરબીના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા
મોરબીમાં 1979 ની જળ હોનારત તથા ૨૦૧૭ બાદ અત્યંત ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મચ્છુ નદી ખતરનાક બનતા મોરબીના રબારીવાસ વણકરવાસ અને વાલમીકીવાસમાં નીચાણવાળા વિસ્તારમા પાણી ઘુસ્યા છે.બીજી તરફ સરકારી મદદની રાહ જોયા વગર મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સવારથી જ લોકોને બચાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે અને દેવેનભાઈ રબારીની આગેવાનીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના સભ્યો દ્વારા ૫૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તથા મોરબી ના અનેક વિસ્તાર માંથી સ્થાનાંતર થયેલ લોકો ને ફૂડ પેકેટ સહિત જીવનજરૂરી ચિઝવસ્તું પોહચડવા આવી રહી છે સાથે સાથે અનેક મોરબી ઝૂંપડપટ્ટી વિસ્તાર માં વરસાદી માહોલ ના કારણે તકલીફ માં મુકાયેલા લોકો ને ફૂડ પેકેટ સહિત ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે..









