
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : જીતપુર ગામે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
આજથી ગણેશચતુર્થી નો શુભઆરંભ વિઘ્નહર્તા ગણેશજી ની મૂર્તિની ઠેળ ઠેળ સ્થાપના કરવામાં આવી શહેર થી લઇ ને ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણેશજીની મૂર્તિ ની સ્થાપના સાથે ઉજવણી.અરવલ્લી જિલ્લામાં વિવિધ તાલુકામાં ઠેળ ઠેળ ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે સ્થાપના કરાઈ.મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જીતપુર ગામમાં યુવક મંડળ દ્વારા સતત 12 વર્ષમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામા આવી સૌ પ્રથમ ગણેશજી ની મૂર્તિ ની શાહી સવારી સાથે શોભા યાત્રા યોજી પૂજા અર્ચના સાથે સ્થાપના કરવામાં આવી હતી ત્યાર બાદ મહા આરતી સાથે ગણેશપંડાલમાં ભક્તિનો માહોલ જામ્યો હતો અને લોકો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી




