GUJARATNAVSARI

વાંસદા તાલુકાના કુરેલીયા ખાતે નવનિર્મિત શાળા મકાનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.

*વાત્સલ્યમ સમાચાર*
મદન વૈષ્ણવ-વાંસદા ડાંગનવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ કુરેલીયા ગામ ખાતે ગ્રામ સેવા મંડળ સંચાલિત શ્રી વલ્લભ આશ્રમ શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના પ્રમુખ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ તેમજ માનવતાની મહેકની કર્મયોગી ટિમ સુરતનાં લક્ષ્મણભાઈ મોરડીયા તથા એમના સહયોગી મિત્રો વાંસદા તાલુકા પ્રમુખ દીપ્તિબેન પટેલ.તાલુકા અધ્યક્ષ તરુણભાઈ સંસ્થાના પ્રમુખ અનુપસિંહ સોલંકી પ્રમુખ રામભાઈ પટેલ ઉપપ્રમુખ રાકેશભાઈ ચૌધરી મંત્રી પ્રકાશભાઈ ગામીત, આચાર્ય જગદીશભાઈ પટેલ, ભૂતપૂર્વ આચાર્ય પરેશભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય નરેશભાઈ
પટેલ ગ્રામસેવા મંડલને 1,8,500000 એક કરોડ
પંચ્યાસી લાખ જેવી માતબર ગ્રાન્ટ આપી હતી પાંચ આશ્રમોમાં કલાસ રૂમો અને ભૌતિક સુવિધા ઉભી કરી આપી હતી તેમજ આશ્રમશાળામાં ફરજ બજાવનાર શિક્ષકોને બાળકો માટે શિક્ષણ સાથે સંસ્કાર નું પણ સિંચન કરવાનું આહવાન કર્યું હતું જેથી ભવિષ્યમાં એ બાળક સમાજ અને દેશને ઉપયોગી થાય એના માટે ઘણા સારા સૂચનો કર્યા હતા. અને આગળ પણ  આદિવાસી બાળકો માટે બનતા વધુમાં વધુ  પ્રયત્નો કરી જરૂરી સુવિધા પૂરી પાડવા  પ્રયત્નશીલ રહશે  ગ્રામ સેવા મંડળની આશ્રમ શાળામાં 950 જેટલા ગરીબ આદિવાસી બાળકો માટે ભોંતિક સુવિધા આપવા  બદલ તમામ ટ્રષ્ટિઓ અને શિક્ષકોનું ધારાસભ્ય નરેશભાઈ પટેલ આભાર માન્યું હતું. સંસ્થાનાં મૂળ સ્થાપક સ્વ.માધુભાઈ પટેલ જેઓ સંસ્થા માટે જીવન સમર્પિત કરી દીધું એમની સંચાલન કરવાની આગવી ઓળખ હતી જે આજ પણ જીવંત હોય તેમ લાગી રહ્યું છે.ધન્ય છે માધુભાઈ જેવા વિરલાને જેમને ગરીબ આદિવાસી બાળકોને શિક્ષણ મળે અને જીવન ધોરણ બદલાય એવા સ્વપ્ન જોયા હતા.

Back to top button
error: Content is protected !!