TANKARA:ટંકારા તાલુકામાં કમોસમી વરસાદ લઈને ખેતીને ભારે નુકસાન અંગે ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

TANKARA:ટંકારા તાલુકામાં કમોસમી વરસાદ લઈને ખેતીને ભારે નુકસાન અંગે ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચીને આવેદન પત્ર પાઠવ્યું
ટંકારા ખાતે જગતનો તાત દેવા માફી માટે એકત્રિત દિવાળી બાદ વરસેલી માવઠા રૂપી આફતે ખેડૂતના મોંમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે વળતર,દેવા માફી અને પાકવીમાં યોજના પુનઃ શરૂ કરવા જેવી પાંચ માંગ સાથે ખેડૂતો એ આવેદન પાઠવ્યું ખેડૂતોના મત થી એસી ઓફિસમાં બેસતા નેતાને ખેડૂતોના ખેતરમાં નુકશાની જોવા નો સમય નથી
ટંકારા તાલુકામાં કમોસમી વરસાદને પગલે ખેતીને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ મામલતદાર કચેરી પહોંચીને ત્યાં આવેદન પત્ર આપી તાત્કાલિક સહાય જાહેર કરવા, પાક ધિરાણ માફ ક૨વા અને ટેકાના ભાવે ખરીદી પુનઃ શરૂ કરવા સહિતની માંગ ઉઠાવી છે.
ટંકારા તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના સ્વપ્નોને તોડ્યા છે. ગત 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન પડેલા 75 મીમીથી વધુ વરસાદને કારણે કપાસ અને મગફળી સહિતના મુખ્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પાક સંપૂર્ણ જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી છે. દિવાળી બાદ પાક વેચાણ દ્વારા આશાનો પ્રકાશ જોવા મળવાની આશા ધરાવતા ખેડૂતોને અચાનક પડેલા આ વરસાદે અંધકારમાં ધકેલી દીધા છે. પાકનો સોથ વળી જતા જણસનો સંપૂર્ણ નાશ થયો છે, જેના કારણે ખેતી આધારિત પરિવારો આર્થિક તથા માનસિક સંકટમાં મુકાયા છે.આ મામલે ખેડૂતોએ તેમજ સરપંચોએ અગાઉ તાલુકાના ખેતીવાડી અધિકારીને આવેદન આપ્યું હતું. ત્યારબાદ આજે અંદાજે 300થી વધુ સંખ્યામાં ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું છે. આ સાથે ખેડૂતોને અનેક ગ્રામ પંચાયતો અને અન્ય સંસ્થાઓએ પણ પોતાના લેટરપેડ મારફત સમર્થન જાહેર કર્યું છે. ખેડૂતોએ આવેદન પત્ર પાઠવીને સર્વે કરાવ્યા વગર તાત્કાલિક સહાય જાહેર કરી ખેડૂતોને આપવાની માંગ ઉઠાવી છે. જેથી ખેડૂતો શિયાળુ પાક બરાબર રીતે લઈ શકે. ઉપરાંત પાક ધિરાણ માફ કરવાની પણ માંગ ઉઠાવાય છે. સાથે ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી હોય ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી ટેકાના ભાવે ખરીદી પુનઃ શરૂ કરવાની પણ માંગ ઉઠાવી છે.












