MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તા. ૦૮/૦૭/૨૦૨૫ થી ૧૪/૦૭/૨૦૨૫સુધીમાં ૦૧ હોસ્પિટલ માં ૨૧ સ્ટાફને અને વોડ ક્લસ્ટરમાં ૦૭ સ્ટાફને તથા બે સ્કૂલ માં ૭૩૦ બાળકો ખાતે ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવેલ.વધુ પ્રિવેન્શનના સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ભાગ રૂપે જેવી બિલ્ડીંગઓનું ફાયર સેફટી સર્ટીફીકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી. અને પ્રિવેન્શનને લગતી સૂચનો અને જરૂરી ગાઈડલાઈન પણ આપવામાં આવી. તેમજ મોરબી શહેરમાં બે જગ્યા એ આગ લાગવાના બનાવ બનેલ જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા ત્વરિત ઘટનાસ્થળ પર પોહચીને ઈમરજન્સી સેવા આપેલ.
આમ આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલમાં આવેલ લોકોને ફાયર સેફટી વિષે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકા









