GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી: ફાયર ફાયટરોએ ગણતરીની મિનિટોમાં આગ ઓલવી

 

 

MORBI:મોરબીમાં કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી: ફાયર ફાયટરોએ ગણતરીની મિનિટોમાં આગ ઓલવી

 

​મોરબી: શહેરના વીસીપરા વિસ્તારમાં સાંજના સમયે કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મોરબી ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

​મળતી માહિતી મુજબ, મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પ્રજાપતિ કારખાનાની બાજુમાં ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના ઢગલામાં આજે સાંજે અચાનક આગ લાગી હતી. કચરાના ઢગલાની આસપાસ સૂકા બાવળ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
​ફાયર ટીમની કામગીરી


​સાંજે અંદાજે 7:00 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.​કોલ કરીને મળતાની સાથે જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગને વધુ પ્રસરે તે પહેલાં જ કાબૂમાં લઈ લેવામાં આવી હતી.​”સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી ​આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ કચરામાં શોર્ટ સર્કિટ અથવા કોઈ સળગતી વસ્તુ ફેંકવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!