BANASKANTHAGUJARAT

થરા ખાતે શ્રી જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સેવા કેમ્પ ખુલ્લો મુકાયો…

સેવા કેમ્પમાં સતત ૧૮ માં વર્ષે સેવાનો ધોધ ચાલુ હજારો પદયાત્રી લે છે સેવાનો લાભ.

થરા ખાતે શ્રી જલારામ મંદીર સેવા ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સેવા કેમ્પ ખુલ્લો મુકાયો…
—————————————-
સેવા કેમ્પમાં સતત ૧૮ માં વર્ષે સેવાનો ધોધ ચાલુ હજારો પદયાત્રી લે છે સેવાનો લાભ.
—————————————
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નેશનલ હાઈવે ઉપર આવેલ ભકતોની શ્રધ્ધા અને આસ્થાનુ કેન્દ્ર શ્રી જલારામ મંદીરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે બ.કાં.માં આવેલ જગપ્રસિધ્ધ આધશકિત શ્રી માઁ અંબાજી માતાજી ના મંદીરે ભાદરવા માસમાં મહામેળામાં સમગ્ર વિશ્વમાંથી તેમજ ગુજરાતના દરેક વિસ્તારમાંથી પદયાત્રીઓ ચાલતાં જાય છે.તેમાં થરામાં સ્વ. અચરતબાપા ઠક્કરના આર્શીવાદ થી નિરંજનભાઈ,હર્ષદભાઈ, રાજુભાઈ,કનુભાઈ, વિજયભાઈ ના અથાગ પ્રયત્નો થી શ્રી જલારામ મંદીર ટ્રસ્ટ દ્વારા ૫ દિવસ સુધી સેવા કેમ્પનું ઉદ્ઘાટન આજરોજ ભાદરવાસુદ-૭ ને શનિવારના રોજ સવારે જાગીરદાર સમાજ ધર્મગુરૂ ગાદી દેવદરબાર જાગીર મઠના મહંત પ.પૂ.૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજી બાપુ ગુરૂશ્રી વસંતનાથજીબાપુ,પ.પૂ.ધ.ધુ. મહંતશ્રી ૧૦૦૮ શ્રી શંકરપુરીજીબાપુ ગુરૂશ્રી જગદીશપુરીજી મહારાજ (થળી જાગીર મઠ),સંતશ્રી રામદાસ મહારાજ,સાધ્વીશ્રી ધર્મદેવી ગુરૂશ્રી રામદાસ મહારાજ (હરિઓમ આશ્રમ શિરવાડા)ની પાવન નિશ્રામાં મંદિરના પુજારી લાભશંકરભાઈ માદેવભાઈ જોષી નાણાંવાળાના મુખરવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે ઢોલ નગારા અને શરણાઈના સુરો વચ્ચે બ.કાં. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ, ડી.ડી.જાલેરા, કાંકરેજ ટી. એચ. ઓ. પિયુષભાઈ ચૌધરી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે હસ્તે દિપપ્રાગ્ટય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.શ્રીઅંબે માની આરતી ઉતારી ટ્રસ્ટ દ્વારા પધારેલ મહાનુભાનોનુ શાલ -ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં ચા- નાસ્તો,ભોજનપ્રસાદ,મેડીકલ સેવા તેમજ વિસામો સહિતની સુવિધાઓ સાથે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.કાંકરેજ તાલુકામાંથી કચ્છ-ભુજ તેમજ પાટણ,બ.કાં.ના પશ્વિમ વિસ્તાર ના ગામોમાંથી હજારોની સંખ્યા માં આવતાં પદયાત્રીઓથી હાઈવે ઉપર “બોલ મારી અંબે જય જય અંબે” ના નાદથી આખો હાઈવે ગુંજી ઉઠે છે.કાંકરેજ તાલુકા સહિત સમગ્ર જીલ્લામાં અલગ -અલગજગ્યા એ સેવા કેમ્પો ચાલુ કરવામાં આવ્યા છે.માં અંબાના ધામે ચાલતાં જતાં પદયાત્રીઓને શ્રધ્ધાળુઓને ચાલવામાં કોઈ તકલિફના પડે તે માટે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ થરા દ્વારા પદયાત્રીઓ માટે ચા-પાણી નાસ્તો,ભોજનપ્રસાદ,મેડીકલ સેવા તેમજ આરામ કરવા માટે વિસામાંની સુવિધા પણરાખવામાં આવી છે.સેવાભાવી લોકો દ્બારા પદયાત્રીઓની સેવા નો લાભ લે છે.અને સેવા કરી માં અંબાના આશિર્વાદ લઈ ધન્યતાં અનુભવે છે.આ કેમ્પમાં શ્રી જલારામ મંદીર સેવાટ્રસ્ટના સેવાભાવી કાર્યક્રતાઓ ભારે જહેમત ઉઠાવી સેવાનો લાભ લે છે.આ પ્રસંગે કરશનભાઈ જોષી,દીપકભાઈ જોષી,વિક્રમસિંહ વાઘેલા, તેજાભાઈ દેસાઈ, રમેશભાઈ પ્રજાપતિ,ભુપતજી ગોહિલ, દશરથભાઈ ઠક્કર,અલ્પેશભાઈ પ્રજાપતિ,આર.કે.દરજી, જસુભાઈ દલાલ,હર્ષદભાઈ નીલકંઠ મેડિકલ,જલાભાઈ દેસાઈ સહિત અનેક ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!