GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયાં

 

MORBI:મોરબીના મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયાં

 

 

મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્ક પાછળ મફતીયાપરા વિસ્તારમાં રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમો લક્ષમણભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ.૭૪) રહે.મોરબી નવલખીરોડ લાયન્સનગર ચરમારીયા દાદાના મંદીર સામે મોરબી, રજીયાબેન મહેબુબભાઇ સુમરા (ઉ.વ.૩૦) રહે.મોરબી નવલખી રોડ અમૃતપાર્ક અસલમભાઇના મકાનમાં ભાડેથી મોરબી, રોશનબેન યુનુશભાઇ જુસબભાઇ સુમરા (ઉ.વ.૪૮) રહે.મોરબી નવલખી રોડ રણછોડનગર નીધીપાર્કની સામે મોરબી, રોશનબેન હસણભાઇ લાખાભાઇ સુમરા (ઉ.વ.૨૩) રહે.મોરબી નવલખી રોડ સેન્ટમેરીસ્કુલની બાજુમાં મફતીયાપરા મોરબી, છાયાબેન દીલીપભાઇ મોહનભાઇ કુઢીયા (ઉ.વ.૨૬) રહે.મોરબી નવલખી રોડ ધક્કાવાળા મેલડી માતાના મઢ સામે મફતીયાપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!