GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના ઘૂટું ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
મોરબી ના ઘૂટું ગામ નજીક પાર્થ હોટેલ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને પોલીસે ૭૨,૪૮૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ઘૂટું ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે રેડ કરી હતી જ્યાં પાર્થ હોટેલ બાજુમાં જાહેર રસ્તા પર જુગાર રમતા દયારામભાઈ શામજીભાઈ સોરીયા, યુનુસ હબીબ રાઠોડ, રાઘવજીભાઈ ભુરાભાઈ પરેચા, દિલીપભાઈ રૂગનાથભાઈ સરવડીયા અને રૂપેશ લખમણભાઈ કલોલા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૭૨,૪૮૦ જપ્ત કરી તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે