MEHSANAMEHSANA CITY / TALUKOPATANPATAN CITY / TALUKO

પાટણ-મહેસાણામાં 4.2ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો આવ્યો

આજે રાત્રે 10:15 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 23 કિમી દક્ષિણપૂર્વમાં નોંધાયું છે…..

જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ નોંધ્યું છે. આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા. જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, ખેરાલુ, વડનગર, વિસનગર, પાલનપુર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, બહુચરાજી, સતલાસણા, હારીજ, સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. મોરબીના હળવદના કોઈબા, ઢવાણા, માલણીયાદ અને આસપાસના વિસ્તારમાં પણ ભૂકંપ આવ્યો હતો….

Oplus_131072

Back to top button
error: Content is protected !!