HIMATNAGARSABARKANTHA

*સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ*

અહેવાલ:-  પ્રતિક ભોઈ

*સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ*
***
*સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૫ ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૨,૨૧૦ કેસોનો સમાધાનથી નિકાલ*
*****
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્લીના (NALSA) આદેશાનુસાર તા.૧૨/૦૭/૨૦૨૫ ના રોજ વર્ષ-૨૦૨૫ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર.રબારી સાહેબની અધ્યક્ષતામાં સચિવશ્રીનાઓએ સાબરકાંઠા જીલ્લામાં તા.૧૨મી જુલાઈ ૨૦૨૫ નારોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશનના પ્રમુખશ્રી તેમજ વકીલશ્રીઓ, પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈને રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું.
સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળના કેસોમાં કુલ-૬૬ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૨,૫૩,૨૬,૫૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગના એમ કુલ-૭૩૨૮ કેસો રકમ રૂ.૨૫,૯૩,૯૫,૪૯૨.૮૮ ના કેસોનું સમાધાનથી નિકાલ થયેલ તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૪૮૮૨ કેસો, રકમ રૂ.૨,૦૦,૬૭,૧૩૨.૨૧ ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ થયેલ છે.
****

Back to top button
error: Content is protected !!