GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના આમરણ ગામે સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

MORBI:મોરબીના આમરણ ગામે સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

 

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આમરણ સીમના જાહેર માર્ગ પાસે ગેરકાયદેસર રીતે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી પોલીસે સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જુગાર રમતા કુલ પાંચ ઈસમોને પોલીસે સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસ દરોડા દરમિયાન જુગાર માટે વપરાતા ગંજી પત્તા તેમજ રોકડા રૂપિયા રૂ. 1,59,300/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલા છ ઈસમોમાંથી પાંચ ઈસમો ઝડપાયા છે ત્યારે એક ઈસમ નાશી છૂટ્યો છે.

ત્યારે રેઇડ દરમિયાન દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભરવાડીયા, રહેવાસી આમરણ, તાલુકો મોરબી; અસલમમિયા સુલતાનમિયા બુખારી, રહેવાસી આમરણ, તાલુકો મોરબી; ધીરજભાઈ વાલજીભાઈ બોપલીયા- પટેલ, રહેવાસી આમરણ, તાલુકો મોરબી; પ્રવિણભાઈ રાઘવજીભાઈ લીખીયા- પટેલ, રહેવાસી આમરણ, તાલુકો મોરબી; ગૌતમભાઈ અમૃતભાઈ લીખીયા-પટેલ, રહેવાસી આમરણ, તાલુકો મોરબીને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે નિઝામ ફારૂકમિયા બુખારી નાશી છૂટ્યો છે. ત્યારે તેને પકડી પાડવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે તમામ વિરુદ્ધ પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે

Back to top button
error: Content is protected !!