GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદમાં નવા વેગડવાવ ગામની પ્રાથમિક શાળામાં મામલતદારશ્રી એમ. જે. પરમારના હસ્તે ધ્વજ વંદન કરાયું
Halvad:હળવદમાં નવા વેગડવાવ ગામની પ્રાથમિક શાળામાં મામલતદારશ્રી એમ. જે. પરમારના હસ્તે ધ્વજ વંદન કરાયું
હળવદ તાલુકા કક્ષાની સ્વતંત્ર દિનની ઉજવણી નવા વેગડવાવ ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે મામલતદારશ્રી એમ. જે. પરમાર ના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. વિદ્યાર્થીનીઓએ દ્વારા દેશ ભક્તિગીત તથા સાંસ્કૃતિક ગીતો રજૂ કરી ઉજવણી કરવામાંઆવી હતી. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે આ પ્રસંગે મામલતદાર શ્રી એમ જે પરમાર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મેરાભાઇ વીઠ્ઠલપરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સરાવડીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રમેશભાઈ ઝિંઝુવાડીયા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર ટી વ્યાસ ટી.ડી.ઓ.શ્રી સિંઘવ ટી.પી.ઓ.શ્રી દીપાબેન, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.