GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
		
	
	
નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમીશન ખાતે તા. ૧૪/૧૨/૨૦૨૪ ને શનિવારે લોક અદાલત યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી 

આગામી તા. ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન ખાતે રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનની સૂચના મુજબ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો જાહેર જનતા પૂરતો લાભ લઈ શકે તે માટે તેમજ, જે લોકો દ્વારા ઉક્ત કમિશન ખાતે કેસ દાખલ કરેલ હોય તેવા પક્ષકારો પૈકી કોઈપણ પક્ષકાર સમાધાન કરવા માંગતા હોય તેવા કેસોની વિગત સાથે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (લીમડા ચોક, સરકારી અનાજના ગોડાઉન પાસે, જલાલપોર) ખાતે શનિવાર પહેલા રૂબરૂ સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
 
				




