LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્‍લામાં ૩૩,૮૮૧વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

તા. ૧૪ મી માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે

મહીસાગર જિલ્‍લામાં ૩૩,૮૮૧વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે

બોર્ડની પરીક્ષાના સુદ્રઢ આયોજન માટે કલેકટર ભાવિન પંડ્યા ની અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ

આગામી તા.૧૪ મી માર્ચથી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષાઓ નિર્ભય અને શાંત વાતાવરણમાં યોજાય તેમજ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે મહીસાગર જિલ્‍લામાંથી ધોરણ-૧૦ અને ૧૨ ના કુલ- ૩૩,૮૮૧ વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપશે. મહીસાગર જિલ્લામાં ૫૫ જેટલાં પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેના સુદ્રઢ આયોજન માટે મહીસાગર કલેકટર કચેરી ખાતે કલેકટરની અધ્‍યક્ષસ્‍થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.

જેમાં કલેક્ટર દ્વારા જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ સહજ અને તણાવમુક્ત વાતાવરણમાં યોજાય તેવો માહોલ ઉભો કરીએ જેનાથી વિદ્યાર્થીઓ શાંત ચિત્તે સારી રીતે પરીક્ષા આપી શકે. તેમણે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, વિવિધ વિભાગોને સોંપવામાં આવેલ કામગીરી સુચારૂ રીતે થાય તેની કાળજી રાખીએ.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી પરીક્ષા માટે કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે મહીસાગર જિલ્લામાં ધો.૧૦ના ૨૦,૨૬૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૧,૬૮૭ અને વિજ્ઞાન પ્રવાહના ૧૯૨૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોમાં સી.સી.ટી.વી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પરીક્ષા સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઇ રહે અને વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળે આવવા-જવા સમયસર બસ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પરીક્ષાના સ્થળોની અંદર બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ છે અને સંવેદનશીલ પરીક્ષા કેન્‍દ્રોની ખાસ કાળજી લેવાશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!