GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કાલીકાનગર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ચાર ભઠ્ઠી ઝડપાઈ

MORBI:મોરબીના કાલીકાનગર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ચાર ભઠ્ઠી ઝડપાઈ

 

 

મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ આરોપીઓ સ્થળ પરથી નાસી છુટતા તમાંમ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ વોંકળામાંથી રેઇડ દરમ્યાન દેશી દારૂ બનાવવાની ૦૪ ભઠ્ઠી બેરલ રહેલ ગરમ આથો કુલ લીટર-૬૦૦ કિં.રૂ.૧૨૦૦૦/- તથા દેશીદારૂ બનાવવાનો ઠંડો આથા થી ભરેલ ૨૦૦ લીટર ની ક્ષમતાવાળા બેરલ નંગ-૦૫ ઠંડો લીટર-૧૦૦૦ કિં.રૂ.૨૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના આશરે ૩૫ લીટર ક્ષમતાવાળા કેરબા નંગ-૦૩ તથા ૩૫ લીટર ની ક્ષમતાવાળી ડોલ માં રહેલ દેશીદારૂ જેવુ ગરમ કેફી પ્રવાહી લીટર-૩૦ એમ ત્રણ કેરબા તથા ડોલ રહેલ ૧૨૦ કિં.રૂ.૨૪૦૦૦/- વેચાણ કરવાના ઇરાદે તથા ભઠ્ઠી ની બાજુ બાચકા રહેલ ભરેલ પ્લાસ્ટિક પારદર્શક ૫ લીટર ક્ષમતા વાળી કોથળી નંગ-૧૨ કેફી દેશી દારૂ જેવુ પ્રવાહી આશરે ૬૦ લીટર કીરૂ ૧૨૦૦૦/- તથા ભઠ્ઠી લગત સાધનો મળી કુલ કિં રૂ. ૭૬,૪૦૦ નોં મુદ્દામાલ ઝડપી પાડી રેઇડ દરમ્યાન આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી નીલેષભાઈ બચુભાઈ ભોજવિયા તથા સુરેશભાઈ જગાભાઈ કોળી રહે બંને કાલીકાનગર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન કલમ -૬૫(બી),(સી),(ડી),(ઈ),(એફ),૮૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!