GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા નજીક ઝહરા ફાર્મ હાઉસમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા 

TANKARA:ટંકારા નજીક ઝહરા ફાર્મ હાઉસમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

 

 

ટંકારા ગામની સીમમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા ગામની સીમમાં બારનાલાથી ભરડીયા તરફ જતા કાચા રસ્તે આરોપી કાસમભાઈ ભાણુના કબ્જા ભોગવટા વાળા ઝહરા ફાર્મ હાઉસની મજુરની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો કાસમભાઇ અબ્દુલભાઇ ભાણુ (ઉ.વ. ૫૩) રહે. કલ્યાણપર તા.ટંકારા જી.મોરબી, કિશોરભાઇ જેરાજભાઇ દેત્રોજા (ઉ.વ. ૪૦) રહે. કલ્યાણપર તા.ટંકારા જી.મોરબી, કાદરમિયા જીવામિયા સૈયદ (ઉ.વ. ૬૨) રહે. ટંકારા સંધીવાસ તા.ટંકારા, દીલાવરભાઇ મુસાભાઇ ભાણુ (ઉ.વ. ૫૫) રહે. કલ્યાણપર તા. ટંકારાવાળાને રોકડા રૂપિયા ૪૦,૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ કિં રૂ્. ૧૫,૫૦૦ તથા એક્ટીવા વાહન -૦૨ કિં રૂ્. ૫૦,૦૦૦ તથા મોટરસાયકલ -૦૨ કિં રૂ. ૪૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧,૪૬,૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!