જૂનાગઢ તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી અંતર્ગત મજેવડી, ગોલાધર, વધાવી અને પત્રાપસર ગામ ખાતે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્માન ભારત વયવંદના (PMJAY) ના કાર્ડ કાઢવાના વિવિધ કેમ્પ યોજાયા હતા.ધારાસભ્યશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી ખાતે કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો હતો અને બાકી રહેલા લાભાર્થીઓના કાર્ડ સ્થળ પર જ કાઢવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કક્ષાએથી ક્વોલિટી મેડિકલ ઓફિસરશ્રી અને ગામના અગ્રણીશ્રીઓ હાજર રહ્યા હતા.સમગ્ર સમારોહને સફળ બનાવવા માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડીના મેડિકલ ઓફિસરશ્રી, સુપરવાઈઝરશ્રી, આરોગ્ય કર્મચારીશ્રીઓ અને આશા બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડો.જી.કે.ચાવડા,જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ