MORBI:મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સની ઓફિસમાં રોકડ રકમની ચોરી કરનાર ચાર ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સની ઓફિસમાં રોકડ રકમની ચોરી કરનાર ચાર ઈસમો ઝડપાયા
શહેરમાં આવેલ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફીસના શટરના તાળા ખોલી અજાણ્યા ઇસમેં ઓફિસમાં રહેલ તિજોરીમાંથી ૭ લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોધાયા બાદ એલસીબી ટીમે તપાસ દરમિયાન ચાર ઇસમોને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પ્રા. લી. કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે ચેહ ઓફિસની તમામ ચાવીઓ જીતેન્દ્રસિંહ પાસે હોય છે ગત તા. ૧૫-૧૧ ના રોજ સવારના ઓફિસે આવ્યા ત્યારે ઓફીસ નીચે સ્ટાફ આવી ગયો હતો અને શટર ખોલતા બધા બ્રાન્ચમાં ગયા હતા જ્યાં સાંજે બધાએ કલેક્શન કરીને પરત આવ્યા બાદ જય સોલંકી પાસે કલેક્શનના રૂપિયા જમા કરાવ્યા હતા ફરિયાદી અને બ્રાંચ ઓફિસર જયભાઈ સોલંકીએ આગલા દિવસના તેમજ તા. ૧૫ ના કલેક્શન થયેલ રૂપિયા મળીને રોકડ રૂ ૭,૦૧,૫૦૦ ગણતરી કરીને ઓફિસની તિજોરીમાં મુક્યા હતા
બાદમાં તા. ૧૬-૧૧ ના રોજ સવારના ઓફિસે આવતા શટરનો દરવાજો ખોલવા જતા તાળું ખુલ્લું હતું અને શટર હ્કોલીને અંદર તિજોરી પાસે જોતા તિજોરી લોક જોવામાં આવ્યો નહિ અને સ્ટાફના મિત્રોને ફોન કરતા થોડીવારમાં બધા આવી ગયા હતા બ્રાંચ ઓપરેશન ઓફિસર જયભાઈ સોલંકીને ફોન કરી બોલાવ્યા હતા તેઓ પોણા નવેક વાગ્યે આવ્યા હતા અને તિજોરીમાં આગલી સાંજે મુકેલા રોકડા રૂ ૭,૦૧,૫૦૦ જોવા મળ્યા ના હતા ઓફીસના સીસીટીવી કેમેરા ચેક કરતા તા. ૧૫ ના રોજ રાત્રીના ૧૦ : ૩૦ કલાકે એક વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી માથે ટોપી પહેરી ઓફિસમાં પ્રવેશ કરી રોકડ લઇ જતો જોવા મળ્યો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.જે ચોરીની તપાસમાં મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમ ચલાવી રહી હોય દરમિયાન એલસીબી ટીમ સીસીટીવી ચેક કરતા એક મોટર સાઈકલ ડબલ સવારી શંકાસ્પદ લાગતા નવલખી રોડ પર રેલ્વે રેલ્વે સ્ટેશન પાસે મોટર સિકલ નીકળતા ચેક કરતા રોકડ રૂપિયા, મોબાઈલ અને ચાવી નંગ ૫ મળી આવતા વધુ પુછપરછ તેઓએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય બે ઇસમો પણ ત્યાં જ ઉભા હોવાની કબુલાત આપતા ચારેય ઇસમ મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ અને વરૂણભાઈ મનસુખભાઈ ડોડીયા રહે-દરબાર ગઢ નાગનાથ શેરી મોરબી અને જયભાઈ ઉર્ફે શની પ્રવીણભાઈ સોલંકી રહે મહેન્દ્રનગર તો અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારીને રોકડ રકમ રૂ.૭,૦૧,૫૦૦, મોબાઈલ ફોન નંગ ૪ કીમત રૂ.૬૦,૦૦૦, હોન્ડા સાઈન કીમત રૂ.૪૦,૦૦૦, ટોપી નંગ ૧ નંગ, રૂમાલ નંગ ૧, કાળું કપડું નંગ ૧ અને ચાવી નંગ ૫ એમ કુલ મુદામાલ કીમત રૂ.૮,૦૧,૫૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.તો આરોપી જય સોલંકી અને અભિષેક દેવમુરારી બંને લાઈટ માઈક્રો ફાઈનાન્સ પેઢીમાં નોકરી કરતા હતા અને ઓફિસમાં રાખવામાં આવતી રોકડ રકમની માહિતી તથા ડુપ્લીકેટ ચાવીઓ બનાવી આરોપી મયુર કોટવાલ અને વરુણ ડોડીયા એ મોડી રાત્રીના ઓફીસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો