BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઇવે પર ૨૯ પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો

ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઇવે પર ૨૯ પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો

 

પોલીસે ૨૯ પાડા અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇને ટેમ્પોચાલક વિરુધ્ધ ગુનો નોંધ્યો

 

ઝઘડિયા તા.૯ સપ્ટેમ્બર ‘૨૫

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઇવે ઉપરથી પોલીસે ૨૯ પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો. મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઇ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળેલ કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઇવે ઉપર ઉભેલ બાતમી મુજબના ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પીઆઇ કે.વી. લાકોડે ટીમ સાથે સ્થળ ઉપર જઇને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ૨૯ નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું.આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોઇ ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા ૨૯ પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨૯૦૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો,અને ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!