
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાની 73AAની જમીન કોઈને વેંચી કે હરાજી કરી શકાતી નથી તેમ છતાંય બીઓબી બેંક સતાવાળાઓએ હરાજીમાં મુકતા લોકોમાં આશ્ર્ચર્ય સર્જાયુ..
ડાંગ જિલ્લામાં 73 AA નવી શરતવાળી જમીન કલેકટરની પરવાનગી વિના વેંચી કે હરાજી કરી શકાતી નથી.ત્યારે ડાંગ જિલ્લાના આહવા બરોડા બેંકના સત્તાધીશો દ્વારા વાસુર્ણા સ્ટેટનાં રાજવીની બોજાવાળી 73 AA વાળી જમીન હરાજીમાં મુક્તા અનેક પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના મોટીકસાડ ગામે આવેલ ખાતા નં.33 ના બાજુમાં બતાવેલા સર્વે નંબર વાળી ખેતીની જમીન વાસુર્ણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશીની પત્ની સ્વ.સુભદ્રાબેન ઉરમસિંગ પવાર ના સંયુક્ત નામે ચાલે છે.તેમને બેંક ઓફ બરોડા શાખા આહવામાંથી તા.31/08/2009 ના રોજ 10 લાખ રૂપિયાની એકરારનામાના આધારે લોન મળી હતી.પરંતુ અમો લોન ભરવા માટે નિષ્ફળ ગયા છે જે માન્ય છે.પરંતુ આ જમીન 73 AA નવી અને અવિભાજ્ય શરતથી નિયંત્રિત છે.તેમ છતાં આહવા બેન્ક ઓફ બરોડાનાં સત્તાધીશો દ્વારા આ 73AA વાળી જમીન હરાજીમાં મૂકી દેવામાં આવેલ છે. જેને લઈને રાજવી ધનરાજ સિંહ સૂર્યવંશી દ્વારા રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. તેમજ રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યા અનુસાર, આ જમીન જો હરાજી થતી હોય તો ડાંગના અન્ય જમીન ખાતેદારો આવી રીતે જમીનો વેચવા માટે આ દાખલો લઈ અને સરકાર સામે રજૂઆત લઈને આવશે તેવા સંજોગોમાં સરકાર તરફથી તેઓની જમીન વેચવા માટેના અધિકારો આપોઆપ મળી જશે એવી ધારણા છે.કારણ કે 73 AA નવી શરત અવિભાજ્ય સત્તા પ્રકાર પુરા ડાંગ જિલ્લાને લાગુ પડે છે. અને બેન્ક ઓફ બરોડા આહવા શાખા મારફત ઋણ વસૂલી અધિકારી -1 વસૂલી અધિકરણ 2 અમદાવાદથી ઓક્શન ની વેચાણ નોટીસ બહાર પાડેલ છે. જોકે બેન્ક ઓફ બરોડાનાં ઓક્શન અધિકારી તરફથી 73 AA નવી શરત અવિભાજ્ય સત્તા પ્રકારની જમીન હરાજી માટે લાગતા વળગતા વિભાગની અનુમતી મેળવેલ છે કે કેમ ? એ બાબત પણ જાણવી જરૂરી છે. અને આ જમીન જે ખરીદશે તેના નામે નામ ફેર થઈ શકશે નહીં.તથા 73 AA નવી અને અવિભાજ્ય શરત મુજબ સંપૂર્ણ ડાંગ જિલ્લાના ખેડૂતોની જમીનને પણ લાગુ પડે છે. અને આ બાબત વિચારધિન છે.રાજવી ધનરાજસિંહ ચન્દ્રસિંહ સુર્યવંશી વાસુર્ણાની રૂા. 10 લાખની લીધેલ લોન જે વ્યાજ સાથે 29,31,818.76 (રૂપિયા ઓગણત્રીસ લાખ એકત્રીસ હજાર આઠસો અઢાર અને છોતેર પૈસા પુરા)ચૂકવવાનાં થાય છે સામે જે જમીન તારણમાં મુકેલ છે. જેની અંદર તેમના કરોડો રૂપિયાનાં પોતાના માલીકી હક્કના ઘણા બધા પુખ્તવયના સાગી વૃક્ષ તથા અન્ય વૃક્ષ હયાત છે. જે હાલના નિયમો મુજબ માલીકી પ્રકરણથી રૂા.10 લાખની લોન તથા વ્યાજ સાથે વસુલી માટે કપાણ કરી, વેચાણ કરી એમાથી નાણા વસુલી કરી અને બાકીના નાણા રાજવીને આપવામાં આવે તેવી રીતે આગળની કાર્યવાહી કરવા લાગતા વળગતા વિભાગને રાજવીએ જણાવેલ છે.અને ત્યાં સુધી આ ઓકશન (હરાજી) વેચાણ નોટીશ બહાર પાડવામાં આવેલ છે. જે સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.આ બાબતે ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી કાજલબેન આંબલિયા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં 73AA વાળી જમીન વેંચી કે અનુમતિ વગર હરાજી કરી શકાતી નથી.તેમ છતાંય BOB બેંક સતાવાળા એ કઈ રીતે જમીનને હરાજીમાં મૂકી છે તે જાણી લઉ છું. અને આ બાબતે સંબધિત વિભાગને સૂચનાઓ આપુ છું..





