MORBI:મોરબી બંધ કંપની ચાલુ કરવાના બહાને ભાગીદાર બનાવી વેપારી સાથે રૂ1.19 કરોડની છેતરપિંડી

MORBI:મોરબી બંધ કંપની ચાલુ કરવાના બહાને ભાગીદાર બનાવી વેપારી સાથે રૂ1.19 કરોડની છેતરપિંડી
મોરબી: મોરબીમાં ભાગીદારી અને પ્લોટ વેચાણના નામે એક વેપારી સાથે રૂપિયા 1.19 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ બંધ કંપની ચાલુ કરવાના બહાને વેપારીને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવ્યા બાદ પ્લોટ આપવાના નામે પણ દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી આચરી છે.
મૂળ સુરેન્દ્રનગરના જસાપર ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર રહેતા જયેન્દ્રભાઈ અમૃતલાલ દલસાણીયા (ઉ.વ. 43) નામના વેપારીએ આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, યેશા ટાઇલ્સ પ્રા.લી. ના ડાયરેક્ટર રાજેન્દ્રકુમાર ચતુરભાઈ હાલપરાએ પોતાની બંધ પડેલી કંપની ફરી શરૂ કરવા માટે પૈસાની જરૂર હોવાનું જણાવી જયેન્દ્રભાઈને કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી.આરોપીએ વિશ્વાસ જીતીને અલગ-અલગ તારીખે કંપનીના ખાતામાં ₹18.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ઉપરાંત, આરોપીના કહેવાથી ફરિયાદીએ ₹15 લાખ રોકડા અન્ય એક વ્યક્તિને આપ્યા હતા.બાદમા કંપની બંધ થઈ જતાં જ્યારે જયેન્દ્રભાઈએ પોતાના રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીએ કંપનીની જમીનમાં પ્લોટ પાડીને આપવાની ખાતરી આપી હતી. પ્લોટના સોદા પેટે અગાઉના ₹33.50 લાખ ગણીને, ફરિયાદી પાસેથી વધુ ₹86.05 લાખ (જે ફરિયાદીએ સગા-વ્હાલા પાસેથી ઉછીના લીધા હતા) મેળવી લીધા હતા.વિશ્વાસઘાત: કુલ ₹1,19,55,708 લીધા બાદ આરોપીએ પ્લોટનો સોદાખત કરી આપ્યો હતો, પરંતુ બાદમાં તે પ્લોટ અન્ય કોઈ વ્યક્તિને વેચી મારીને જયેન્દ્રભાઈને દસ્તાવેજ કરી આપ્યો ન હતો કે પૈસા પરત આપ્યા ન હતા.પોલીસે ફરિયાદી જયેન્દ્રભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી રાજેન્દ્રકુમાર હાલપરા વિરુદ્ધ ઈ.પી.કો. કલમ 406 (વિશ્વાસઘાત) અને 420 (છેતરપિંડી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









