ARAVALLIGUJARATMODASA

મોડાસાના આનંદપુરા ગામે શ્રાવણ માસે પાંડવકાળ સાથે જોડાયેલી કંદાના વૃક્ષની પૂજાની પરંપરા આજે પણ જીવંત

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસાના આનંદપુરા ગામે શ્રાવણ માસે પાંડવકાળ સાથે જોડાયેલી કંદાના વૃક્ષની પૂજાની પરંપરા આજે પણ જીવંત

મોડાસાના આનંદપુરા ગામે શ્રાવણ માસે પાંડવકાળ સાથે જોડાયેલી કંદાના વૃક્ષની પૂજાની પરંપરા આજે પણ જીવંત રાખતા આનંદપુરા કંપાની મહિલાઓ કંદાના વૃક્ષની આસ્થાપૂર્વક પૂજા કરે છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના આનંદપુરા કંપામાં એક અનોખી પરંપરા વર્ષોથી મહિલાઓ દ્વારા નિભવાઈ રહી છે. શ્રાવણ માસમાં દરેક શ્રાવણ માસના પહેલા કે બીજા સોમવારે મહિલાઓ મગની ફણગાવેલી દાળ, ગોળ અને ચોખ્ખું ઘી ભેગું કરીને એકત્ર થાય છે અને કંપામાં આવેલા ઐતિહાસિક કંદાના વૃક્ષની પૂજા-આરતી કરે છે.આ પૂજન દરમિયાન દીવો પ્રગટાવી કંદા વૃક્ષને ધોધપૂર્વક પધરાવવામાં આવે છે. મહિલાઓ માને છે કે આ વૃક્ષ માત્ર એક છોડ નહીં, પણ પાંડવ કાળ સાથે જોડાયેલું પવિત્ર વૃક્ષ છે.પૂજન કરતી મહિલાઓએ જણાવ્યું કે માન્યતા અનુસાર જ્યારે પાંડવો મહાભારત યુદ્ધ પૂર્વે અગ્નાતવાસ માટે વિરાટ નગરી આવ્યા ત્યારે પોતાનાં શસ્ત્રો શમી/કંદાના વૃક્ષ પર વસ્ત્રમાં લપેટીને છુપાવી દીધા હતા.આ શસ્ત્રો પાંડવો ફરીથી પાછા ફર્યા ત્યારે તેમના શસ્ત્રો અખંડિત અને સુરક્ષિત મળી આવ્યા હતા,જેના કારણે કંદા/શમી વૃક્ષને રક્ષક વૃક્ષ તરીકે માનવામાં આવતા કંદાનું વૃક્ષ એ પાંડવોના સમયથી ખ્યાતિ પામેલું છે. અને શ્રદ્ધાપૂર્વક દર શ્રાવણ માસે તેની પૂજા કરીએ છીએ. અને વર્ષોથી ચાલી આવતી આનંદપુરા કંપાની પરંપરાને મહિલાઓએ જીવંત રાખતા ધન્યતા અનુભવી રહ્યા હતા અને હવે આવતી પેઢીના સંતાનોને સંસ્કાર રૂપે આપી રહ્યા છીએ.”આ પવિત્ર અને સાંસ્કૃતિક વારસાને જાળવતી સ્ત્રીઓનો આ પ્રયત્ન માત્ર ભક્તિનો નહીંપણ પૌરાણિક કથાઓને જીવંત રાખવાનો એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે

Back to top button
error: Content is protected !!