MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પુષ્ય નક્ષત્ર નિમિત્તે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન

MORBI મોરબીમાં પુષ્પ નક્ષત્ર નિમિત્તે વિ: શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન

 

મોરબી: બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે મોરબીમાં આગામી રવિવારે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ (રાજકોટ) ના સહયોગથી અને શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ (મોરબી) ના સભ્યો દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે.

​આગામી તા. ૦૧/૦૩/૨૦૨૬ ને રવિવારના રોજ પુષ્ય નક્ષત્ર હોવાથી ૦ થી ૧૫ વર્ષના બાળકોને આયુર્વેદિક સુવર્ણપ્રાશનના ટીપાં નિ:શુલ્ક પીવડાવવામાં આવશે. મોરબીના રવાપર રોડ પર આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં આ કેમ્પનું આયોજન સવારે ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે.

​આ આયોજન અંગે વિગત આપતા સંચાલકોએ જણાવ્યું હતું કે, મોરબીમાં આ કેમ્પમાં અંદાજિત ૧૫૦ જેટલા બાળકો આ સેવાનો લાભ લે છે. મીડિયાના માધ્યમથી વધુમાં વધુ વાલીઓ જાગૃત બની પોતાના બાળકોને આ ટીપાં પીવડાવવા માટે આવે તેવી અપીલ કરવામાં આવી છે. શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબના સભ્યો આ કેમ્પમાં પોતાની નિ:શુલ્ક સેવાઓ આપશે.

કેમ્પનું સ્થળ: હનુમાનજી મંદિર, નીલકંઠ સ્કૂલ સામે,વિશ્વકર્મા સોસાયટી, રવાપર રોડ, મોરબી.સમય: સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી.વધુ માહિતી માટે વાલીઓએ મોબાઈલ નંબર 9427213999 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!