MORBI: ટંકારા તાલુકાના મીતાણા ચોકડીથી બેડી ચોકડી(રાજકોટ શહેર) તરફ માર્ગ પર ભારે વાહનોને પ્રવેશબંધી.

MORBI: ટંકારા તાલુકાના મીતાણા ચોકડીથી બેડી ચોકડી(રાજકોટ શહેર) તરફ માર્ગ પર ભારે વાહનોને પ્રવેશબંધી.
મોરબી: ભારત દેશના વડાપ્રધાન તા. ૧૧-૦૧-૨૦૨૬ના રોજ રાજકોટ શહેરની મુલાકાતે પધારનાર હોય, તેમજ વાઇબ્રન્ટ સમિટ- ૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. જે સમિટમાં દેશ-વિદેશના અનેક નામંકિત ઉદ્યોગપતી, વી.આઈ.પી./વી.વી.આઈ.પી. મહેમાનો અને પ્રતિનિધિઓ પધારનાર હોય, જેથી પ્રધાનમંત્રીની રાજકોટ શહેર ખાતેની મુલાકાત દરમિયાન અને વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સૂચારૂ રૂપે જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી અત્રેના મોરબી જીલ્લામાં સમાવેશ થતા મીતાણા ચોકડીથી બેડી ચોકડી(રાજકોટ શહેર) તરફ આવવાના માર્ગ પર ભારે વાહનોની અવર જવર બંધ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામાં અનુસાર મીતાણા ચોકડી થી બેડી ચોકડી (રાજકોટ શહેર) રસ્તાઓ પર તા.૧૧-૦૧-૨૦૨૬ સુધી સવારના ૮ કલાકથી તા.૧૫-૦૧-૨૦૨૬ સુધી રાત્રીના-૨૩.૦૦કલાક સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વૈકલ્પિક રૂટ નં.૧ મીતાણા ચોકડી થી અમદાવાદ આવવા-જવા માટે મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર) -સીંધાવદર -કુવાડવા ગામથી રાજકોટ- અમદાવાદ હાઈવે પર અવર-જવર કરી શકાશે. વૈકલ્પિક રૂટ નં.૨ મીતાણા ચોકડીથી રાજકોટ આવવા-જવા માટે, મીતાણા ચોકડીથી અમરસર ફાટક (વાંકાનેર)થી સિંધાવદરથી કુવાડવા ગામથી ગ્રીનલેન્ડ ચોકડીથી આજીડેમ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ અવર જવર કરી શકાશે. મીતાણા ચોકડીથી પડધરીથી ઘંટેશ્વરથી ટી- પોઈન્ટ થી નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ થી કટારીયા ચોકડીથી રાજકોટ શહેર તરફ અવર-જવર કરી શકાશે.આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ. આ જાહેરનામાનો ભંગ કરવો શિક્ષાને પાત્ર છે.






