GUJARATMORBIMORBI CITY / TALUKO

Gandhinagar:અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર.

Gandhinagar:અખિલ ભારતીય કોળી સમાજની મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન કરતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષા જિજ્ઞાસાબેન મેર.

અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સાથસહકારથી તા. 15/06/2024 ના દિવસે ગાંધીનગરમાં તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષ શ્રીમતી મોહિનીજી શાકયવાર તેમજ દેશના અલગ અલગ રાજ્યો ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશમાંથી તથા અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રમુખો તેમજ સંગઠનના રાષ્ટ્રિય મહિલા હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મહિલા પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સંગઠનને દરેક રાજ્યમાં મજબુત કરી સમગ્ર દેશમાં વસતાં કોળી સમાજની મહિલાઓને શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને રાજકીય જેવાં વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે મજબૂત અને સક્ષમ કરવાં તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ ઉપરાંત કોળી સમાજમાંથી શહીદ થયેલા નિડર મહિલા ઝલ્કારી બાઈનાં દેશ માટેનાં બલિદાનથી લઈ દેશ માટેના કોળી સમાજના યોગદાનનો ઈતિહાસ વર્ણવતાં દેશભક્તિનો અનેરો અનુભવ થયો હતો. બેઠક પૂર્ણ થતાં દેશના દરેક રાજ્યોથી પધારેલ સંગઠનના મહિલા હોદ્દેદારોને શ્રીમતી જિજ્ઞાસાબેન મેર દ્વારા શિલ્ડ આપી તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!