લખતર બસ સ્ટેન્ડ નજીક સ્ટેટ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ વધતા ગ્રામજનોમાં ભય
અનેક વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માત થવાની ભીતિ
તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અનેક વાહન ચાલકો અને રાહદારીઓમાં અકસ્માત થવાની ભીતિ
સુરેન્દ્રનગર અમદાવાદ સ્ટેટ હાઈવે પર સમસ્યાથી અકસ્માતનો ભય લખતર શહેરનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે આ કારણે અકસ્માતનાં બનાવો બનવાની ભીતિ વાહન ચાલકોમાં રહેલી છે અગાઉ પણ રખડતાં ઢોરને કારણે અકસ્માતોના બનાવો બન્યા છે તાજેતરમાં રાજ્યમાં રખડતા ઢોરોના લીધે અકસ્માત સર્જાઈ રહ્યાં છે જેના લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યાના બનાવો બન્યા છે ત્યારે અગાઉ હાઈકોર્ટે સરકારને કઠોર આદેશ કરી તાત્કાલિક નિર્ણય કરવા જણાવ્યું હતું પરંતુ લખતરમાં રખડતાં ઢોરનો ત્રાસ વધ્યો છે જેમાં દિવસે શાક માર્કેટ ભરાઈ હોય ત્યારે પણ ઢોર શાક માર્કેટમાં રખડતાં હોવાથી શાકભાજી લેવા આવતાં ગ્રામજનોને ભય રહે છે લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં સુરેન્દ્રનગર અમદાવાદ સ્ટેટ હાઇવે ઉપર ડિવાઈડર ઉપર તેમજ રોડની વચ્ચોવચ રખડતાં ઢોર અડીંગો જમાવીને ઉભેલા નજરે ચડે છે ત્યારે અચાનક ઢોર ઝઘડતાં હોઈ ગંભીર અકસ્માતનો ભય વાહનચાલકો તેમજ રાહદારીઓમાં ફેલાયો છે ત્યારે લખતર ખાતે હાઇવે ઉપર બેઠેલ ઢોરના લીધે અકસ્માતો થયાનાં બનાવો પણ બન્યા છે તો તંત્ર તાત્કાલિક રખડતા ઢોર અંગે કાર્યવાહી કરે તે જરૂરી છે તેવામાં લખતર જેવા વિસ્તારોમાં હાઇવે ઉપર જાણે પાંજરાપોળ હોય તેવી તસવીરો સામે આવી રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે ખરાં ? તેવા સવાલો થઈ રહ્યા છે.